કોરોનાની રસીની આતુરતાથી વાટ જોતા લોકો માટે આવ્યા આનંદના સમાચાર, જાણો લેટેસ્ટ અપડેટ
આ ખુલાસો સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.સુરેશ જાધવે(Dr Suresh Jadhav) કર્યો છે. અત્રે જણાવવાનું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના નવા 61,871 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 74,94,552 પર પહોંચી ગયો છે.
નવી દિલ્હી: માર્ચ 2021 સુધીમાં ભારતને કોવિડ-19 (Covid-19) ની રસી (Corona Vaccine) મળી શકે છે. જો કે તે ડિસેમ્બર 2020માં તૈયાર થઈ શકે છે. બે થી ત્રણ મહિનાનો સમય બજારમાં આવતા લાગશે. જેનો ખુલાસો સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.સુરેશ જાધવે(Dr Suresh Jadhav) કર્યો છે. અત્રે જણાવવાનું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના નવા 61,871 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 74,94,552 પર પહોંચી ગયો છે.
કોરોનાએ માનસિક બીમારીને કેસ ડબલ કર્યા, બાળકોથી લઈને વૃદ્ધો સૌ કોઈ શિકાર
જાધવે ICALIDDના સહયોગથી HEAL ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઈન્ડિયા વેક્સિન એક્સેસિબિલિટી ઈ-શિખર સંમેલનમાં કહ્યું કે, 'ભારતને માર્ચ 2021 સુધીમાં કોવિડ-19ની રસી મળી શકે છે. નિયામક આ પ્રક્રિયામાં ઝડપ કરી રહ્યા છે. અનેક નિર્માતા તેના પર કામ કરી રહ્યા છે.'
ઝડપથી આગળ વધી રહ્યું છે ભારત
ડો.જાધવે કહ્યું કે ભારતને ડિસેમ્બર 2020 સુધીમાં રસીના 60-70 મિલિયન ડોઝ મળી જશે પરંતુ બજારમાં તે માર્ચ 2021 સુધીમાં આવે તેવી શક્યતા છે. ડિસેમ્બર અને માર્ચ વચ્ચેનો સમય લાઈસન્સ પ્રક્રિયા માટે હશે. હાલમાં SII રસીના બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલુ છે. ડો. જાધવે કહ્યું કે ભારત રસી લાવવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. બે નિર્માતા પહેલા જ ત્રીજા તબક્કાના પરીક્ષણમાં પહોંચી ગયા છે. જ્યારે એક બીજા તબક્કાના પરીક્ષણમાં છે. આ ઉપરાંત અનેક અન્ય પ્લેયર પણ દોડમાં સામેલ થઈ રહ્યા છે.
Corona Vaccine: કોરોના રસીની કામગીરી કેટલે પહોંચી, ક્યારથી મળશે? સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યો જવાબ
તેમણે કહ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દર વર્ષે 700-800 મિલિયન રસીના ડોઝ બનાવી શકે છે. 16 સપ્ટેમ્બરે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ SIIને ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા COVID-19 રસી માટે પોતાના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણોને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી.
Exerciseથી થયા છે ઘણા ફાયદા, પરંતુ જાણી લો એક્સરસાઇઝ કરવાનો યોગ્ય સમય
વોલેન્ટિયર બીમાર થવાથી અટક્યું હતું પરીક્ષણ
અત્રે જણાવવાનું કે પુણે સ્થિત દવા નિર્માતાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિક્સિત કોવિડ-19 રસીના નિર્માણ માટે બ્રિટિશ-સ્વીડિશ કંપની AstraZeneca સાથે ભાગીદારી કરી છે. AstraZeneca એ અગાઉ કોરોના વાયરસ રસીના ચાલી રહેલા પરીક્ષણ પર રોક લગાવી હતી કારણ કે એક વોલેન્ટિયર બીમાર પડ્યો હતો. હવે દેશમાં ઓક્સફર્ડના કોવિડ-19ના પરીક્ષણનો અંતિમ તબક્કો ચાલુ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube